Hanuman Chalisa Gujarati | હનુમાન ચાલીસા ગુજરાતી માં PDF સાથે -Hanuman Chalisa Lyrics - Hanuman Chalisa Lyrics

Hanuman Chalisa Gujarati | હનુમાન ચાલીસા ગુજરાતી માં PDF સાથે -Hanuman Chalisa Lyrics

હનુમાન ચાલીસા 40 પંક્તિઓનો મહામંત્ર છે. જેનો પાઠ કરવાથી બધા દુઃખો દૂર થાય છે અને હનુમાન જી આપણી રક્ષા કરે છે. પરંતુ ધ્યાનમાં રાખવા રાખવા જેવી બાબત એ છે કે જ્યારે પણ આપણે હનુમાન ચાલીસા બોલીએ છીએ ત્યારે આપણને તેનો અર્થ ખબર હોતો નથી તેથી આ Article માં Gujarati Hanuman Chalisa નો અર્થ તેમજ Hanuman Chalisa Gujarati ની PDF Dowanload લિંક નીચે આપેલ છે.

Hanuman Chalisa Gujarati


દોહા

શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ ।
વરણૌ રઘુવર વિમલયશ જો દાયક ફલચારિ ॥

બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ॥

 

ચૌપાઈ

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ।
જય કપીશ તિહુ લોક ઉજાગર ॥ 1 ॥

રામદૂત અતુલિત બલધામા ।
અંજનિ પુત્ર પવનસુત નામા ॥ 2 ॥

મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥3 ॥

કંચન વરણ વિરાજ સુવેશા ।
કાનન કુંડલ કુંચિત કેશા ॥ 4 ॥

હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ ।
કાંથે મૂંજ જનેવૂ સાજૈ ॥ 5॥

શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહાજગ વંદન ॥ 6 ॥

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર ।
રામ કાજ કરિવે કો આતુર ॥ 7 ॥

પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા ।
રામલખન સીતા મન બસિયા ॥ 8॥

સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા ।
વિકટ રૂપધરિ લંક જલાવા ॥ 9 ॥

ભીમ રૂપધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥ 10 ॥

લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ॥ 11 ॥

રઘુપતિ કીન્હી બહુત બડાયી (ઈ) ।
તુમ મમ પ્રિય ભરત સમ ભાયી ॥ 12 ॥

સહસ્ર વદન તુમ્હરો યશગાવૈ ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ॥ 13 ॥

સનકાદિક બ્રહ્માદિ મુનીશા ।
નારદ શારદ સહિત અહીશા ॥ 14 ॥

યમ કુબેર દિગપાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥ 15 ॥

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા ।
રામ મિલાય રાજપદ દીન્હા ॥ 16 ॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥ 17 ॥

યુગ સહસ્ર યોજન પર ભાનૂ ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥ 18 ॥

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી ।
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ॥ 19 ॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥ 20 ॥

રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥ 21 ॥

સબ સુખ લહૈ તુમ્હારી શરણા ।
તુમ રક્ષક કાહૂ કો ડર ના ॥ 22 ॥

આપન તેજ સમ્હારો આપૈ ।
તીનોં લોક હાંક તે કાંપૈ ॥ 23 ॥

ભૂત પિશાચ નિકટ નહિ આવૈ ।
મહવીર જબ નામ સુનાવૈ ॥ 24 ॥

નાસૈ રોગ હરૈ સબ પીરા ।
જપત નિરંતર હનુમત વીરા ॥ 25 ॥

સંકટ સે હનુમાન છુડાવૈ ।
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ॥ 26 ॥

સબ પર રામ તપસ્વી રાજા ।
તિનકે કાજ સકલ તુમ સાજા ॥ 27 ॥

ઔર મનોરથ જો કોયિ લાવૈ ।
તાસુ અમિત જીવન ફલ પાવૈ ॥ 28 ॥

ચારો યુગ પ્રતાપ તુમ્હારા ।
હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા ॥ 29 ॥

સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકંદન રામ દુલારે ॥ 30 ॥

અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા ।
અસ વર દીન્હ જાનકી માતા ॥ 31 ॥

રામ રસાયન તુમ્હારે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥ 32 ॥

તુમ્હરે ભજન રામકો પાવૈ ।
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ॥ 33 ॥

અંત કાલ રઘુપતિ પુરજાયી ।
જહાં જન્મ હરિભક્ત કહાયી ॥ 34 ॥

ઔર દેવતા ચિત્ત ન ધરયી ।
હનુમત સેયિ સર્વ સુખ કરયી ॥ 35 ॥

સંકટ ક(હ)ટૈ મિટૈ સબ પીરા ।
જો સુમિરૈ હનુમત બલ વીરા ॥ 36 ॥

જૈ જૈ જૈ હનુમાન ગોસાયી ।
કૃપા કરહુ ગુરુદેવ કી નાયી ॥ 37 ॥

જો શત વાર પાઠ કર કોયી ।
છૂટહિ બંદિ મહા સુખ હોયી ॥ 38 ॥

જો યહ પડૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ॥ 39 ॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મહ ડેરા ॥ 40 ॥

દોહા

પવન તનય સંકટ હરણ – મંગળ મૂરતિ રૂપ્ ।
રામ લખન સીતા સહિત – હૃદય બસહુ સુરભૂપ્ ॥

Hanuman Chalisa PDF in Gujarati

Hanuman Chalisa Gujarati pdf

 

gujarati hanuman chalisa

 

હનુમાન ચાલીસા અર્થ સાથે [ Hanuman Chalisa Meaning In Gujarati ]

 

।। દોહા ।। ।। અર્થ ।।

શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારિ,

બરનઉ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ.

(શ્રી ગુરુદેવની ચરણ કમળોની ધૂળને મારા મનરૂપી દર્પણ ને નિર્મળ કરી હું રઘુવરનું યશસ્વી વર્ણન કરી રહ્યો છુ. જે ચારે પદાર્થ (ધર્મ, અર્થ, કામ, મોક્ષ) ને પ્રદાન કરવાવાળું છે.)

દ્ધિહીન તનુ જાનિકે, સુમિરી પવન-કુમાર,

બલ બુદ્ધિ બિદ્યા દેહું મોહિં, હરહુ ક્લેશ બિકાર.

(હું મારી જાતને બુદ્ધિહીનમાની પવનકુમાર શ્રી હનુમાનજીનું સ્મરણ કરૂં છું. હૈ! શ્રી પવનકુમાર ! અમને બલ, બુદ્ધિ, વિદ્યા પ્રદાન કરો અને અમારો દોષ દૂર કરો.)

।। ચોપાઈ।।

।। અર્થ ।।

જય હનુમાન ! જ્ઞાન ગુન સાગર,

જય કપીશ ! તિહું લોક ઉજાગર.

(જ્ઞાન તથા શુભ ગુણોના વિશાળ સમુદ્ર જેવા શ્રી હનુમાનજી આપનો જય હો. ત્રણે લોકમાં પ્રકાશવાન, તેજવાન, પ્રજ્ઞાવાન કપીરાજ શ્રી હનુમાનજી આપનો જય હો.)

રામદૂત અતુલિત ભલ ધામા,

અંજનીપુત્ર પવનસુત નામા.

(શ્રી હનુમાન દાદા આપશ્રી રામચંદ્ર ભગવાનના દૂત છો તથા અનંત બળના ભંડાર છો અંજની પુત્ર અને પવનપુત્ર તરીકે આપનું નામજગ પ્રસિદ્ધ છે.)

મહાવીર વિક્રમબજરંગી,

કુમતિ નિવાર સુમતિ કે સંગી.

(હે શ્રી હનુમાનજી, આપ મહાન વીર છો, વિશેષ પરાક્રમવાળા છો. આપ વ્રજ સમાન છો. આપ કુમતિને દૂર કરવાવાળા તથા સુંદર બુદ્ધિવાળાના સાથી તથા સહાયક છો.)

કંચન બરન બિરાજ સુવેસા,

કાનન કુણ્ડલ કુંચિત કેશા.

(શ્રી હનુમાનજીનું શરીર સોનાના રંગ જેવું ઉજજવળ છે. આપના કાનોમાં કુંડળ છે. આપના વાંકળિયા વાળ છે. આપનું આ રૂપ મનોરમ્ય છે.)

હાથ વજ ઔર ધ્વજા બિરાજે,

કાંધે મુંજ જનેઊ સાજૈ.

(શ્રી હનુમાનજીના હાથમાં ધ્વજ તથા વ્રજ સુશોભીત છે. અને ખભા પર મુંજની દોરીનો યજ્ઞોપવિત સુશોભિત છે.)

શંકર,સુવન કેસરી નંદન,

તેજ પ્રતાપ મહા જગ વંદન.

(હે! શંકર ભગવાનના અવતાર હે ! કેસરીનંદન, આપના પરાક્રમ અને યશસ્વી કીર્તીને કારણે સમસ્ત વિશ્વ આપને નમસ્કાર કરે છે.)

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર,

રામકાજ કરિબે કો આતુર.

(હે શ્રી હનુમાનજી ! આપ મહાનવિદ્યાનિધાન, ગુણવાન તથા અત્યંત કાર્ય-કુશળ છો. શ્રી રામજીનું કાર્ય કરવામાં આપ સદાય તત્પર છો.)

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા,

રામલક્ષ્મણ સીતા મન બસિયા.

(શ્રી રામભગવાનનું જીવન ચરિત્ર સાંભળવામાં આપ ખુબ જ તલ્લીન હોવ છો. શ્રી રામજી શ્રી લક્ષ્મણજી તથા શ્રી સીતામાતા આપના હૃદય કમળમાં વિરાજમાન છે.)

સૂક્ષ્મરૂપ ધરિ સિયહિ દિખાવા,

વિકટ રૂપ ધરિ લંક જલાવા.

(શ્રી હનુમાનજી સુક્ષ્મરૂપ ધારણ કરીને શ્રી સીતાજીની સન્મુખ ગયા અને ત્યારબાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લંકાનું દહન ३५.)

ભીમરૂપ ધરિ અસુર સંહારે,

શ્રી રામચંદ્ર કે કાજ સઁવારે.

(આપે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લંકામાં રાક્ષસોનો વધ કર્યો અને શ્રી રામજીના તમામકાર્યો સંપન્ન કર્યા.)

લાય સંજીવન લક્ષ્મણ જિવાયે,

શ્રી રઘુવીર હરષિ ઉર લાયે.

(સંજીવની બુટી લાવીને જયારે શ્રી લક્ષ્મણજીને જીવિત કર્યા તો ભગવાન શ્રી રામે આનંદ વિભોર થઈ શ્રી હનુમાનજીને હ્રદયે લગાવ્યા.)

રઘુપતિ કીન્હી બહુત બડાઈ,

તુમમમપ્રિય ભરતહિ સમભાઈ.

(શ્રી રામજીએ આપની પ્રસંશા કરી અને જણાવ્યું કે તમો મને ભરત જેટલા જ પ્રિય છો.)

સહસ ભદન તુમ્હારો જસ ગાવૈં,

અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ.

(હે કપિનંદન ! સહસ્ત્ર મુખવાળા શેષનાગ પણ તમારા ગુણગાન ગાય છે તેમજણાવી પ્યારથી પ્રભુ શ્રી રામે ગળે લગાવ્યા.)

સનકાદિક બ્રહ્માદિ મુનીસા,

નારદ શારદ સહિત અહીંસા.

(સમસ્ત સનકાદીક, મહપિંગલ, ઋષિ મુનિ, શ્રી નારદજી શ્રી સરસ્વતીજી તથા શ્રી શેષનાગજી પણ આપની યશોકીર્તી યોગ્ય રીતે કરી શકતા નથી.)

યમકુભેર દિગ્પાલ જહાં તે,

કવિ કોવિદ કહિ સકે કહો તે.

(શ્રી હનુમાનજી આપનો મહિમા યમરાજ, કુબેર દિગ્લાપલ, વ.વ. સમસ્ત દેવતા જયારે પૂર્ણ રૂપથી કરી શકતા નથી તો ધરતી પર રહેનાર મનુષ્ય, કવિ કે વેદ જ્ઞાની વિદ્વાન આપનો મહિમા કેવી રીતે કહી શકે.)

તુમઉપકાર સુગ્રીવ હિં કીન્હા,

રામમિલાય રાજપદ દીન્હા.

(શ્રી હનુમાનજી આપે સુગ્રીવને મોટી સહાયતા કરી હતી. આપે શ્રી સુગ્રીવજીને ભગવાન શ્રી રામજી સાથે મિલાપ કરાવી આપી તેઓને રાજા બનાવ્યા.)

તુમ્હારો મંત્ર વિભીષણ માના,

લંકેશ્વર ભયે સબ જગ જાના.

(શ્રી વિભિષણે આપની સલાહ સ્વીકારી હતી અને તેથી તે પણ લંકાના રાજા બન્યા એ આખો સંસાર જાલે છે.)

જુગ સહસ્ર યોજન પર ભાનુ,

લીલ્યો તાહિ મધુર ફલ જાનું.

(હજારો જોજન દૂર એવા સૂર્ય ને મીઠુ ફળ સમજીને આપ તેને ગળી ગયા હતા.)

પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહીં,

જલધિ લાંપિ ગયે અચરજ નાહી.

(આપે શ્રી રામજીની વીર્ટી મુખમાં મુકી સમુદ્ર પાર કર્યો એ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી.)

દુર્ગમકાજ જગત કે જે તે,

સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે.

(સંસારમાં જેટલા પણ કઠીનમાં કઠીન કાર્ય છે તે સર્વે હે શ્રી હનુમાનજી આપની કૃપાથી સરળતાથી થઈ જાય છે.)

રામદુઆરે તુમરખવારે,

હોત ન આજ્ઞા બિનુ પૈસારે.

(શ્રી રામજીના દરબારમાં શ્રી હનુમાનજી આપ જ દ્વારપાલ છો અને તમારી આજ્ઞા વિના કોઈપણ ને પ્રવેશ ત્યાં થઈ શક્તો नथी.)

સબ સુખ લહે તુમ્હારી શરના,

તુમરક્ષક કાહુ કો ડરના.

(હે ! શ્રી હનુમાનજી, આપના શરણમાં જે આવે છે તે સૌ સંસારના સર્વ સુખ પ્રાપ્ત કરે છે તેમજ જેના આપ રક્ષક છો એને કોઈપણ ભય-વ્યાધિ રહેતો નથી.)

આપન તેજ સમ્હારો આપે,

તીનોં લોક હાંક તે કાંપે.

(હે હનુમાનજી, તમારૂ તેજ, તમે પોતે જ સાંભળી શકો છો તમારી હાક સાંભળી ત્રણે લોક થરથર કાંપે છે.)

ભૂત પિશાચ નિકટ નહિ આવે,

મહાવીર જબ નામસુનાવૈ.

(જે વ્યક્તિ સાચા હૃદયથી આપનું નામલે છે. તેની સમીપ ભૂત, પ્રેત, પિશાચ વગેરે આવતા નથી.)

નાસૈ રોગ હરે સબ પીરા,

જપત નિરંતર હનુમંત બીરા.

(શ્રી મહાવીર હનુમાનજી નું નામનિરંતર જપ કરવાથી દરેક પ્રકારના વ્યાપિ દૂર થાય છે.)

સંકટ સે હનુમાન છુડાવે.

મન-કર્મ-વચન ધ્યાન જો લાવે.

(શ્રી હનુમાનજીનું જે વ્યક્તિ મન વચન અને કર્મથી ધ્યાન ધરે છે તેને બધા સંકટોથી આપ મુક્ત કરાવો છો.)

સબ પર રામતપસ્વી રાજા,

તિન કે કાજ સકલ તુમસાજા,

(તપસ્વી રાજા શ્રી રામસર્વથી શ્રેષ્ઠ છે. આપે તેમના તમામકાર્યો સહજ રીતે સફળ કર્યા છે. પરિપૂર્ણ કર્યા છે.)

ઔર મનોરથ જો કોઈ લાવે,

સોઈ અમિત જીવન ફલ પાવૈ.

(હે ! અંજનિપુત્ર, આપની સમક્ષ જે કોઈ સાચા હૃદયથી મનોરથ લઈને આવે છે તેનું જીવન સફળ થાય છે.)

ચારોં જુગ પરતાપ તુમ્હારા,

હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા.

(હે હનુમાનજી ! તમારો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે જગતમાં આપનો સુયશ સર્વત્ર પ્રકાશવાન છો.)

સાધુ સંત કે તુમરખવારે,

અસુર નિકંદન રામદુલારે.

(હે હનુમાનજી ! આપ સાધુ સંતોના રક્ષક છો તથા દુષ્ટો ને દંડ આપનાર છો અને રૂાપ શ્રી રામજીના અત્યંત પ્રિય તથા લાડકા છો.)

અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા,

અસ વર દીન જાનકી માતા.

(માતા શ્રી જાનકીજી એ આપને એવું વરદાન આપેલ છે કે આપ અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ આપ જેને ઇચ્છો તેને પ્રદાન કરી શકો છો.)

રામરસાયન તુમ્હારે પાસા,

સદા રહો તુમરઘુપતિ કે દાસા.

(શ્રી રામજી સૂક્ષ્મરૂપમાં આપની પાસે છે તથા આપ પ્રભુ શ્રી રામના અત્યંત પ્રિય તથા સન્માનીય સેવક છો.)

તુમ્હારો ભજન રામ કો પાવૈ,

જનમજનમ કે દુઃખ બિસરાવૈ.

(આપનું ભજન કરવાવાળા શ્રી રામભગવાનને પ્રાપ્ત કરી શકે છે, તેના જન્મજન્માંતરના કષ્ટો સદાને માટે દૂર કરી જાય છે.)

અંતકાલ રઘુવરપુર જાઈ,

જહાં જન્મહરિ-ભક્ત કહાઈ.

(મૃત્યુ પછી પણ એ ભક્ત શ્રી રામજીના ધામમાં જાય છે. અને કદાચ ક્યાંય જન્મથાય તો પણ તે ભક્તિ પ્રાપ્ત કરશે અને રામભક્તના નામે પ્રસિદ્ધ થશે.)

ઔર દેવતા ચિત્ત ન ધરઈ,

હનુમંત સેઈ સર્વ સુખ કરઈ.

(બીજા કોઈપણ ભગવાનમાં ચિંતનમાં ધ્યાન ન આપો અને ફક્ત શ્રી હનુમાનજીની સેવામાં જ મહન થાવ તો અનંત આનંદ પ્રાપ્ત થશે.)

સંકટ કટૈ મિટૈ સબ પીરસ,

જો સુમિરૈ હનુમંત ભલભીરા.

(હે શ્રી હનુમાનજી ! આપનો જય હો આપ મારૂ મન તથા શરીરના સ્વામી છો રૂાપ મારા પર કૃપાલુ ગુરુદેવ સમાન કૃપા કરો.)

જય જય જય હનુમાન ગોસાઈ,

કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈ.

(હે શ્રી હનુમાનજી ! આપનો જય હો આપ મારૂ મન તથા શરીરના સ્વામી છો રૂાપ મારા પર કૃપાલુ ગુરુદેવ સમાન કૃપા કરો.)

જો યહ પઢે હનુમાન ચાલીસા,

હોષ સિદ્ધિ સાખી ગૌરીયા.

(જે કોઈ હનુમાન ચાલીસાના રોજ (ખરા ઉચ્ચારણ સાથે) પાઠ કરે તે બધા જ બંધનો માંથી છૂટી જાય છે અને પરમાનંદ પ્રાપ્ત કરે છે.)

તુલસીદાસ સદા હરિ ચેરા,

કીજે નાથ હૃદય મહેં ડેરા.

(જે ભક્ત શ્રી હનુમાન ચાલીસાના નિત્ય પૂર્વક પાઠ કરશે તેને નિશ્ચિત સફળતા પ્રાપ્ત થશે જ એના સાક્ષી ભગવાન શંકર છે)

।। દોહા ।।

।। અર્થ ।।

પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ;

રાખ લખન સીતા સહિત, હૃદય બસહ સૂર ભૂપ.

(હે પવનકુમાર શ્રી મહાવીર હનુમાનજી આપ સર્વ સંકટોના હરનાર મંગલમૂર્તિ રૂપ છો. આપ શ્રી રામ-લક્ષ્મણ અને માતા સીતા સહિત અમારા હૃદયમાં નિવાસ કરો.)

સૂચના

આ બ્લોગ પોસ્ટમાં આપણે વાત કરી Gujarati Hanuman Chalisa અર્થ અને સાથે સાથે Hanuman Chalisa Gujarati PDF ની લીંક પણ આપેલી છે. પરંતુ આપણ ને જણાય છે કે આ ગુજરાતી ભાષામાં લખેલું છે જેથી અમારાથી નાની  મોટી ભૂલ રહી ગઈ હોય અને અમને ધ્યાનમાં ન આવી હોય તો અમને માફ કરજો અને તમે નીચે કોમેન્ટમાં અથવા તો ઇમેલ દ્વારા સંપર્ક કરી અમને જણાવી શકો છો જેથી અમે તે ભૂલ ને સુધારી શકીયે. તમારો આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top